ગુજરાતની સંસ્કૃતિ ગરબા પર GST લાદવાને લઈને ‘આમ આદમી પાર્ટીએ ગરબા રમી કર્યું વિરોધ પ્રદર્શન,ઘણી જગ્યાએ તો…

માં જગદંબાની આરાધના નું પર્વ નવરાત્રી એટલે કે ગરબા અને ગુજરાતમાં ગરબાનો કંઈક અલગ જ મહિમા છે.ગરબા ગુજરાતની પરંપરા છે ને ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે. પરંતુ સરકારે ગરબા રમવા ઉપર પણ ટકા જેટલો જીએસટી ટેક્સ નાખ્યો છે અને ગરબા રમવા પર ટેક્સ લાદીને પોતાની હિન્દુવિરોધી માનસિકતા દુનિયા સમક્ષ ઉજાગર કરી છે

તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી એ સમયે ગુજરાત રાજ્યમાં ભાજપના પગલાંનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો અને ભાજપ સરકાર સમક્ષ વહેલી તકે ગરબા રમવા પરનો જીએસટી ટેક્સ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સરકારના પગલાં સામેગુજરાતમાં બુલંદ અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટી લોકો સુધી અવાજ પહોંચાડશે તેવું પણ કહ્યું હતું.

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર સોમનાથ જુનાગઢ ગાંધીનગર પાલનપુર અમરેલી ગુજરાતના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરશે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગરબા રમવા ઉપર લાદવામાં આવેલા ટેક્સ નો વિરોધ કરી રહ્યા છે.સરકારે પણ તેમનો વિરોધ કરતા અટકાવીને તેમના બંધારણીય અધિકારો છીનવી લીધા છે

અને ગરબા એ ગુજરાતની પરંપરા છે તે લોકોની આસ્થા છે અને આસ્થા પર ક્યારેય વેરો ન લઈ શકાય તેવું આમ આદમી પાર્ટી એ કહ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી વતી પત્ર પણ લખ્યો હતો અને પત્ર લખીને અસ્થાન અપમાન કરતા 18 ટકા જીએસટીને હટાવવાની તેઓએ માંગ પણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*