સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ વખતે ગાંધીનગરમાં ત્રી પાખીઓ જંગ થવાનું છે.
ત્યારે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
આમ આદમી પાર્ટી દ્વારા 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વોર્ડ નંબર એક માંથી રીનાબેન રાવલ,વોર્ડ નંબર 3 માંથી ભરત જોશી અને જયેશ હળપતિ,વોર્ડ નંબર 4 માંથી વંદનાબેન ઠાકોર, ચંદ્રિકાબેન વાઘેલા અને પિયુષ પટેલ,વોર્ડ નંબર 6 માંથી હસુમતી શ્રીમાળી અને તુષાર પરીખ.
વોર્ડ નંબર 7 માંથી પટેલ પારૂલબેન,વોર્ડ નંબર 8 આશિષ બેન ઝાલા, ગૌતમ ભાઈ પરમાર, દિલીપ સિંહ વાઘેલા ના નામની જાહેરાત કરવામાં આવી છે.
વોર્ડ નંબર 9 માંથી જયશ્રીબેન વાઘેલા, હેતલબેન પટેલ, દિવ્યાંગ ત્રિવેદી, મહિપત,વોર્ડ નંબર 10 માંથી હિના કિરણ દીવાન, પટેલ સંગીતાબેન દિલીપકુમાર.
હાર્દિક તલાટી અને વિરેન્દ્રસિંહ વાઘેલા,વોર્ડ નંબર 11 માંથી મકવાણા નીરૂબેન, હેમલ પટેલ અને નારાયણભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment