મિત્રો આજે આપણે એક ચોકાવનારી ઘટના વિશે વાત કરવાના છીએ. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભોપાલમાં સિક્યુરિટી ગાર્ડસના સીરીયલ કિલરને પકડી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકે ભોપાલમાં 6 દિવસમાં 4 જેટલા સિક્યુરિટી ગાર્ડનો જીવ લઈ લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી યુવકે જણાવ્યું કે, તે ફિલ્મ KGF 2ના રોકીભાઈથી પ્રભાવિત થઈને આ પગલાં ભર્યા હતા.
આરોપી યુવકે જણાવ્યું કે તે સિક્યુરિટી ગાર્ડસનો જીવ લઈ લેવાના મિશન પર હતો. તેને જણાવ્યું કે તે એવા સિક્યુરિટી ગાર્ડસનો જીવ લેતો જે ડ્યુટી પર સુતા હોય છે. આરોપી યુવકનું નામ શિવ ગોંડ છે. તે ધોરણ આઠ સુધી ભણેલો છે. આરોપી યુવક અંગ્રેજી બોલી શકે છે. આરોપીએ જણાવ્યું કે તે KGF 2ના રોકી ભાઈ ની જેમ ગેંગસ્ટર બનવા માંગતો હતો અને તેની જેમ પૈસા ભેગા કરવા માગતો હતો.
તેને કહ્યું કે સિક્યુરિટી ગાર્ડસ પછી તેની આગળ ની યોજના પોલીસ જવાનોનો જીવ લેવાની હતી. તે આવી રીતે લોકો વચ્ચે પ્રખ્યાત બનવા માંગતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપી યુવક સાગરના કેસલીનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીને તેના મોબાઈલની લોકેશન ટ્રેસ કરીને પકડી પાડ્યો હતો. આ મોબાઈલ એક સિક્યુરિટી ગાર્ડનો હતો.
1). આરોપી યુવકે પહેલા સિક્યુરિટી ગાર્ડનો જીવ 28-29 ઓગસ્ટની મધ્યરાત્રીએ લીધો હતો. આ સિક્યુરિટી ગાડીનું નામ કલ્યાણ લોધી હતી અને તેમની ઉંમર 50 વર્ષની હતી.
2). આરોપી યુવકે 29-30 ઓગસ્ટના રોજ મધ્યરાત્રીએ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડ્યુટી પર ફરજ બજાવતા 60 વર્ષે નારાયણ ડુબે નામના સિક્યુરિટી ગાર્ડસનો જીવ લીધો હતો.
3). આરોપીએ 30-31 ઓગસ્ટના રોજ મધ્યરાત્રીએ એક મકાનના ચોકીદારી કરી રહેલા મંગલ નામના સિક્યુરિટી ગાર્ડસનો જીવ લીધો હતો.
4). મળતી માહિતી અનુસાર ગુરૂવાર ના રોજ રાત્રે આરોપી યુવકે ચોથા સિક્યુરિટી ગાર્ડસનો જીવ લીધો હતો. આરોપીએ 23 વર્ષીય સોનું વર્મા નામના સિક્યુરિટી ગાર્ડસનો જીવ લીધો હતો.
મળતી માહિતી અનુસાર મે મહિનામાં એક સિક્યુરિટી ગાર્ડનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેની પેટર્ન પણ આ ચાર સિક્યુરિટી ગાર્ડના મૃત્યુ સાથે મેચ થઈ રહી છે. એટલે તે કેસને પણ આ કેસ સાથે જોડવામાં આવ્યો છે. હાલમાં હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment