ઘાતક દોરીના કારણે કલોલમાં એક યુવક મોતની મોતની ચાદરમાં લેપટાયો, 4 વર્ષના દીકરાને પિતાની છત્રછાયા ગુમાવી…ગઢવી પરિવારમાં માતમ છવાઈ ગયો…

આજે આપણે એક દુઃખદ ઘટના વિશે વાત કરવાના છીએ. ઉતરાયણના દિવસે લોકોએ ભારે ઉત્સાહ સાથે પતંગ ચગાવ્યા છે. પોતાના પરિવાર સાથે લોકોએ ધાબા ઉપર ભારે મોજ મસ્તી કરી છે. પરંતુ અમુક વખત તહેવારોમાં માતમ છવાઈ જતો હોય છે. ઉતરાયણના તહેવારમાં ગળામાં દોરી ફસાઈ જવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ.

જેમાં પતંગની ઘાતક દોરીના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાની બાઈક લઈને ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેના ગળાના ભાગે દોરી ફસાઈ જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું રોડ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના કલોલ હાઇવે પાસે આવેલા અંબિકા બસ સ્ટેશન પાસે બ્રિજ ઉપર બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અશ્વિનભાઈ મહેન્દ્રભાઈ ગઢવી હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર અશ્વિનભાઈ ઘરેથી એમ જ ફરવા માટે બહાર નીકળ્યા હતા.

આ દરમિયાન કલોલ હાઇવે પાસે તેમના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.  ગઢવી પરિવારના એકના એક દીકરા અશ્વિનભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. અશ્વિનભાઈ ગઢવી છાત્રાલ સ્થિત એરેકસ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા.

અશ્વિનભાઈના મૃત્યુના કારણે એકની એક બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે. આ ઉપરાંત 4 વર્ષના માસુમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ તહેવારના દિવસે ગઢવી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

અશ્વિનભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. અશ્વિનભાઈ ના મિત્રોએ જણાવ્યું કે તેઓ એમ જ ઘરની બહાર ફરવા નીકળ્યા હતા આ દરમિયાન તેમની સાથે આ ઘટના બની હતી અને તેમને ફરવાનો ખૂબ જ શોખ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*