બુલેટ લઈને બહેનના ઘરે જઈ રહેલા યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ ઝડપી ટ્રકે બુલેટ સવાર યુવકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના ઝાંસી-કાનપુર હાઇવે પર બની હતી.

અકસ્માતની ઘટનામાં 25 વર્ષ થયા પ્રીયમ ખેરનું મૃત્યુ થયું છે. પ્રિયમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર પ્રિયમ પરિવારનો એકમાત્ર દીકરો હતો. બુધવારના રોજ સાંજના સમયે તે પોતાની બુલેટ લઈને પોતાની બહેનના ઘરે જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં ઝાંસી-કાનપુર હાઇવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે પ્રિયમની બુલેટને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રિયમ ટ્રકની સાથે 30 મીટર સુધી ઘસડાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં પ્રિયમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પ્રિયમ મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રિયમ તેના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. પ્રિયમ મૃત્યુના કારણે માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે અને બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

પ્રિયમ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તેને BTC કર્યું હતું અને હવે તે TET ની તૈયારી કરી રહ્યો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે પ્રિયમે હેલ્મેટ પણ પહેર્યું હતું. પ્રિયમના પિતા એક ખેડૂત છે. પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*