ડમ્પર રોકવાનો પ્રયત્ન કરતા યુવક સાથે ડમ્પર ચાલકે કર્યું એવું કે – વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 2:34 pm, Thu, 28 July 22

મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ડમ્પર ચાલક એક યુવકને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ વિડીયો 25 જુલાઈની સવારનો છે. લગભગ સવારે 8.58 વાગ્યાની આસપાસ ડમ્પર ચાલકે યુવકને કચડી નાખ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડમ્પર ચાલકે યુવકને ટક્કર લગાવી હતી. જેના કારણે યુવકની ડમ્પરના ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાન ડમ્પરચાલક ડમ્પર ચલાવવા લાગે છે. ત્યારે રોડ પર ઉભેલો યુવક ડમ્ફર ચાલકને અટકાવવા માટે તેની આગળ આગળ ભાગે છે.

આ દરમિયાન ડમ્પરમાં બેઠેલો એક વ્યક્તિ રોડ પર દોડી રહેલા યુવક પર લોખંડના સળિયા વડે પ્રહાર કરે છે. જેના પગલે યુવક પોતાનું બેલેન્સ ગુમાવે છે અને રોડ પર પડી જાય છે. આ દરમિયાન ડમ્પર યુવકના શરીર પરથી પસાર થઈ જાય છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે ડમ્પરનો આગળનું ટાયર યુવકના શરીર ઉપરથી પસાર થઈ જાય છે.

ત્યારબાદ ડમ્પર ચાલક બ્રેક નથી લગાડતો અને ડમ્પરની સ્પીડ વધારી દે છે. આ ઘટનામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં યુવકની સારવાર ચાલી રહી છે.

સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિડીયો ટ્વીટર પર Harish Sarswat અને Jeet Bhati નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. દિલ્હીમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આવી ઘટનાઓમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડમ્પર રોકવાનો પ્રયત્ન કરતા યુવક સાથે ડમ્પર ચાલકે કર્યું એવું કે – વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*