આપણે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં નાની નાની બાબતમાં થતી બોલા ચાલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં સાવ નાની એવી બાબતમાં થયેલા વિવાદમાં એક મહિલાએ તેના મિત્ર સાથે મળીને એક હોટલના સંચાલકનો જીવ લઈ લીધો છે.
પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, દસ વખત ગોળી ચલાવવામાં આવી હતી. જેમાંથી હોટલના સંચાલકને 5 ગોળી વાગે છે. આ કારણોસર હોટલના સંચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો આ જીવ લેવાની ઘટના ગાઝિયાબાદમાં બની હતી. શહેરના ઇન્દ્રપુર કોલોનીમાં રહેતો 32 વર્ષનો દીપક નામનો વ્યક્તિ તેની પત્ની પ્રિતી અને એક દીકરા સાથે રહેતો હતો.
રવિવારના રોજ રાત્રે કોલોનીમાં દીપુ નામના યુવક નો જન્મદિવસ હતો અને રાત્રે જન્મદિવસની ઉજવણી હતી. દીપુએ પોતાના મિત્ર દિપકને જન્મદિવસની પાર્ટીમાં ઘરે બોલાવ્યો હતો. દીપકના મિત્રએ જણાવ્યું કે, અમે બધા રાત્રે પાર્ટીમાં ખૂબ જ મજા કરી રહ્યા હતા. રાત્રે બાર વાગ્યાની આસપાસ કેક કટીંગ કરવામાં આવી હતી. લગભગ એક વાગ્યા સુધી અમે ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા.
ત્યારે પડોશમાં રહેતી મોનિકા નામની મહિલા ત્યાં આવી હતી અને ડીજે બંધ કરવાનું કહ્યું હતું. આ બાબતે દિપકની મોનિકા સાથે દલીલ થઈ ગઈ હતી. ત્યારે મોનિકાની સાથે અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જોત જોતાં તો સામાન્ય બોલા ચાલીએ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષ વચ્ચે 30 મિનિટ સુધી માથાકૂટ ચાલી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ બધા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને પોલીસ બર્થ ડે બોય દીપુને પકડીને લઈ ગઈ હતી. ત્યારબાદ દીપક દીપુ ને છોડવા માટે મોનિકાને ફોન કરે છે. ત્યારે મોનિકા ફોન પર કહે છે કે, ઠીક છે પણ આ માટે મારા ઘર પાસે આવ. દિપકના મિત્રએ કહ્યું કે જ્યારે તેઓ મોનિકાના ઘર પાસે ગયા ત્યારે મોનિકાએ ઘર ઉપરથી ઈંટો ફેકવાનું શરૂ કર્યું હતું. અને ત્યારે કેટલાક લોકોએ બહાર આવીને મન ફાવે તેમ ગોળીઓ ચલાવી હતી.
ઓછામાં ઓછા પાંચ લોકો બહાર આવીને ગોળી ચલાવી રહ્યા હતા. અંધારું હોવાના કારણે કોઈના ચહેરા દેખાતા ન હતા. આ ઘટનામાં ત્યારે કોઈકે દીપક ઉપર ગોળી ચલાવી હતી અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા દીપકના ભાઈએ મોનિકા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment