હાલમાં આપણે બધા દિવાળીના તહેવારને ધામધૂમથી ઉજવી રહ્યા છીએ ત્યારે મોત ક્યારે આંબી જાય તેનું કંઈ નક્કી હોતું નથી. હાલમાં દિવસેને દિવસે હાર્ટ એટેક ના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વધારો આપણા દેશના તમામ ડોક્ટરોને ચિંતામાં મૂક્યા છે.
મિત્રો હાલમાં દિવાળીના તહેવાર પર હાર્ટ એટેક ની વાત કરવામાં આવે તો મૂળ હરિયાણા નો વતની અને પાંડેસરા વિસ્તારમાં 48 વર્ષીય રોશનલાલ એકલો રહેતો હતો.રોશનલાલ અપરણિત હતા અને પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાંઇગ મિલમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ થતા હતા.
મિત્રો રોશનલાલ નાઈટ ડ્યુટીમાં કામ કરી રહ્યા હતા અને રોશનલાલ ગતરોજ બપોરે જમ્યા બાદ સૂઈ ગયા હતા અને ચાર વાગ્યે પાડોશી દ્વારા ચા પીવા માટે તેમને ઉઠાડવામાં આવ્યા અને રોશનલાલ ઉઠ્યા ન હતા જેથી પાડોશીઓએ 108 ને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા
અને તેમને ત્યારબાદ પોસ્ટમોટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પછી હરિયાણામાં રહેતા તેમના પરિવારને આ જાણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ
એટેકના બનાવો સામાન્ય લોકોથી લઈને સરકાર માટે પણ ચિંતા નો વિષય બન્યો છે ત્યારે રાજ્યમાં હાર્ટ એટેક થી નાની ઉંમરે યુવાનો અને બાળકો પણ મોતને પેટી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવા છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment