સુરતમાં બન્યો નિર્દય કિસ્સો, સુરતના કાપડ વેપારીને સુતા સુતા હાર્ટ એટેક આવતા અચાનક જ થયું મૃત્યુ, પરિવારની દિવાળી બગડી…

Published on: 5:57 pm, Sun, 12 November 23

સુરતમાં વધુ એક પરિવારનો દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. સુરત શહેરમાં એક યુવકની હાર્ટ એટેક ની શંકા સાથે મૃત્યુ નીપજતા પરિવાર હાલ શોપના માહોલમાં ઘરકાવ થઈ ગયો છે અને હાલમાં સુરત શહેરના અથવા વિસ્તારના પરિવારના મોભી બપોરે આરામ કરીને રાત્રે 9:00

વાગ્યા સુધી ઉઠ્યા નહીં ત્યારે પરિવારે 108 ને જાણ કરી હતી. અને 108 ની ટીમ ઘટના સ્થળે આવીને તબીબોએ તપાસ કરી ત્યારે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.મળતી માહિતી મુજબ અથવા વિસ્તારમાં આવેલા મંત્ર એપાર્ટમેન્ટમાં

પુષ્પમ મદનલાલ જૈન પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને દીકરો અને દીકરી છે. પુષ્પમભાઇ કાપડ વેપારી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ કાળી ચૌદસના દિવસે રજા હોવાથી પુષ્પમભાઈ બપોરે ઘરે આવી ગયા હતા અને બપોર બાદ સુઈ ગયા હતા જેમણે રાત્રે 9:00 વાગે આસપાસ પરિવારજનો દ્વારા ઉઠાવવામાં આવતા

તેઓ ઉઠ્યા નહીં અને તેથી પરિવાર ચિંતામાં આવી ગયા હતા અને 108 ની ટીમને જાણ કરતા ટીમ આવ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ તેમને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા હતા અને પરિવારના મોભીનો અચાનક મોત થતા શોકના માહોલ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બન્યો નિર્દય કિસ્સો, સુરતના કાપડ વેપારીને સુતા સુતા હાર્ટ એટેક આવતા અચાનક જ થયું મૃત્યુ, પરિવારની દિવાળી બગડી…"

Leave a comment

Your email address will not be published.


*