સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા યુવકે, માતાની સાડી હુકમાં બાંધી રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને આંખોમાં આંસુ આવી જશે…

સુરત(Surat): શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. સુરતમાં 29 વર્ષના યુવકે રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું છે. પરિવારના નાના દીકરના સુસાઇડને(Suicide) લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના સુરતના પાલનપુર જકાતનાકા(Palanpur Jakatnaka) વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં બની હતી.

અહીં સોસાયટીમાં 29 વર્ષીય ભદ્રેશભાઈ હરેશભાઈ પરમાર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરમાર પરિવાર છેલ્લા 37 વર્ષથી સુરતમાં રહે છે. ભદ્રેશભાઈ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. મોટો ભાઈ ઘરની જવાબદારી ઉપાડતો હતો સાથે નાનાભાઈ ભદ્રેશભાઈ પણ ઘર ચલાવવામાં મદદ કરતાં હતા.

ભદ્રેશભાઈના પિતા હરેશભાઈ બે વર્ષ પહેલાં નિધન થયું હતું. પિતાના મોતનો સૌથી મોટો આઘાત ભદ્રેશભાઈને લાગ્યો હતો. પિતાનું મોત થયા બાદ ભદ્રેશભાઈ સતત તણાવ માં રહેતા હતા. આ ઉપરાંત ભદ્રેશભાઈને શરીરની બીમારીના કારણે પણ ટેન્શન રહેતું હતું. પરિવાર ભદ્રેશભાઈને ટેન્શન માંથી બહાર લાવવાના પ્રયાસ કરતો હતો. પરંતુ ભદ્રેશભાઈ ટેન્શન માંથી બહાર આવતાં ન હતા.

ઘટનાના દિવસે રાત્રે પરિવાર જમ્યા બાદ ધાબા ઉપર સુવા માટે ગયો હતો. આ દરમિયાન ભદ્રેશભાઈ ઘરમાં નીચે એકલા હતા અને તેમને એકલતાનો લાભ ઉઠાવીને રસોડામાં પોતાની માતાની સાડીથી હુક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે સવારમાં ભદ્રેશભાઈના માતા રસોડામાં આવ્યા ત્યારે તેમને પોતાના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.

દીકરાનું મૃતદેહ જોઈને માતાએ બુમા બુમ કરી હતી. જેના કારણે પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ને બોલાવવામાં આવી પછી 108ની ટીમે ભદ્રેશભાઈને મૃત જાહેર કર્યા હતા. પછી ભદ્રેશભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પિતાના મોતનો આઘાત અને બીમારીથી કંટાળીને ભદ્રેશભાઈ આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*