આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ રાત્રિના સમયે એક બાઈકે એક યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના પ્રતાપગઢના ધારીયાવાડ સબડિવિઝનમાં પ્રતાપગઢ રોડ ઉપર બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ધારિયાવડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને બીજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી હોસ્પિટલમાં યુવકને લઈ જતી વખતે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય રાધેશ્યામ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
ગુરૂવારના રોજ રાત્રે જમ્યા બાદ રાધેશ્યામ ઘરની બહાર ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન પૂરવાર ઝડપે આવી રહેલી બાઈકે રાધેશ્યામને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં રાધેશ્યામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
તે લોકો ઇજાગ્રસ્ત હાલતમાં રાધે શ્યામને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલત વધુ નાજુક હોવાના કારણે ડોક્ટરે તેને રેફર કર્યો હતો. જેના કારણે રસ્તામાં જ રાધેશ્યામનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ મૃતક યુવકના ગામજનોએ પ્રતાપગઢ રોડ બ્લોક કરી દીધો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગામના લોકોને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સમજવા તૈયાર ન હતી. પોલીસે ગામના લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે તાત્કાલિક બાઇકચાલકની શોધખોળ કરવામાં આવશે અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ ગામના લોકો માનવા તૈયાર જ ન હતા. સમાજની ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારના લોકો અને ગામના લોકોએ મળીને લગભગ બે કલાક સુધી પ્રતાપગઢ રોડ બ્લોક કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રાધેશ્યામના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment