હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ભયંકર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના ઈટવામાં બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ રાજેશ પ્રજાપતિ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. આજરોજ રાજેશ પોતાની બાઈક લઈને બહારગામ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રકે રાજેશની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં રાજેશ ટ્રકની નીચે કચરાઈ ગયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને કાંઈ સમજે તે પહેલા તો ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ રાજેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે રાજેશને મૃત જાહેર કર્યો હતો. રાજેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રાજેશના મૃત્યુના કારણે બે નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment