આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.ત્યારે ગોંડલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના મોવિયા રોડ ઉપર ગત રાત્રે એક બાઈક સ્લીપ થઈ જતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનામાં બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા બાઈક ચાલકનું નામ અલ્પેશભાઈ રામાણી હતું.
અલ્પેશભાઈ ગોંડલથી ખરીદી કરીને મોવિયા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી અલ્પેશભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
અલ્પેશભાઈ ના મૃત્યુની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌતમ સંઘવી અને જગદીશ રામાણી સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગોંડલના મોવિયા રોડ ઉપર ગત રાત્રે અચાનક જ બાઈકમાં ખામી આવતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં બાઈક ચાલક અલ્પેશભાઈ વશરામભાઈ રામાણીનું મૃત્યુ નીપજ્યું હતું. અલ્પેશભાઈની ઉંમર 44 વર્ષની હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે અલ્પેશભાઈ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અલ્પેશભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અલ્પેશભાઈ ના મૃત્યુના કારણે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
સમગ્ર ઘટનાને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલ્પેશભાઈ ના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અલ્પેશભાઈ ના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યું છે. જ્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની ત્યારે રોડ પરથી યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા પસાર થતાની સમયે જ અકસ્માત થતા સ્થળ પર રોકાયા હતા.
અને તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરાવીને વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો. અલ્પેશભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને ગોંડલ નગરપાલિકાના ઉપર પ્રમુખ ગૌતમ સંઘવી અને જગદીશ રામાણી સહિતના આગેવાનો હોસ્પિટલ પર પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment