‘ટ્યુશનમાં જઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળેલા 11 વર્ષના બાળકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જાણો એવું તો શું થયું હશે બાળકને…

Published on: 4:45 pm, Tue, 20 September 22

મિત્રો છેલ્લા થોડાક દિવસોથી નાની ઉંમરના બાળકોની જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી ચેક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એકમાત્ર 11 વર્ષના બાળકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના રાયબરેલી જિલ્લામાંથી સામે આવી છે. અહીં દયાવંતી મોદી પબલિક સ્કૂલના નામની એક નામચીન શાળા આવેલી છે.

આ શાળામાં ધોરણ-6ની અંદર રુદ્રાક્ષ પાંડે નામનો 11 વર્ષનો એક બાળક અભ્યાસ કરતો હતો. એક દિવસ કોઈ કારણોસર રુદ્રાક્ષ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. તે ઘરમાં પણ સુનમોન દેખાતો હતો. તેથી તેના માતા પિતાએ તેને પૂછવાની કોશિશ કરી કે તને શું થયું છે.

તે સમયે તે અચાનક જ રડવા લાગ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની શાળાની અંદર એક શિક્ષકે તેને 15 થી 16 વખત થપ્પડ લગાવી હતી અને શાળાની લોબીમાં ઉભો રાખ્યો હતો. ત્યાર પછી લાકડી વડે તેની ધુલાઈ કરી હતી. અને કહ્યું હતું કે આવતીકાલે તારે શાળાએ સ્કૂલ બસમાં નહીં પરંતુ તારા માતા પિતાની સાથે આવવાનું છે.

આ ઉપરાંત રુદ્રાક્ષના શિક્ષકે તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, આવતીકાલે તમે શાળાએ તમારા બાળકને સાથે લઈને આવજો. શાળાએથી રુદ્રાક્ષ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને જમવાની પણ ના પાડી દીધી અને ટ્યુશન જવાનો સમય થયો ત્યારે તે ટ્યુશન નો થેલો લઈને ઘરેથી નીકળી ગયો હતો.

ત્યારે રસ્તામાંથી પસાર થતી ટ્રેનની સામે કૂદીને રુદ્રાક્ષએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ તેના માતા-પિતાને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ તેના માતા-પિતા તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને શાળા પ્રશાસનની સામે FIR નોંધાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

રુદ્રાક્ષ ના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકે તેમના દીકરાને માનસિક રીતે ત્રાસ આપતા હતા. માનસિક ત્રાસ સહન ન થયો તેથી દીકરાએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ કિસ્સો દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ છે. મિત્રો જ્યારે તમારો બાળ સ્કૂલેથી પાછો આવે ત્યારે તેને જરૂર પૂછવું કે આજનો દિવસ કેવો રહ્યો અને સ્કૂલમાં શું શું થયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘ટ્યુશનમાં જઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળેલા 11 વર્ષના બાળકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જાણો એવું તો શું થયું હશે બાળકને…"

Leave a comment

Your email address will not be published.


*