સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચોરીની અને લૂંટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એક લૂંટની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી લૂંટની ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે, લુટેરાઓને પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા વરાછા કો-ઓપરેટિવ બેંકના ATMમાં એક યુવક રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. યુવક એટીએમમાં જઈને પોતાના પૈસા બેગમાંથી બહાર કાઢે છે. ત્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ATMમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન પૈસા નાખવા આવેલો યુવક બેગ માંથી પૈસા કાઢી રહ્યો હોય છે.
ત્યારે અજાણ્યા શખ્સો યુવકની આજુબાજુ ગોઠવાઈ જાય છે. ત્યારબાદ ધારદાર વસ્તુ બતાવીને લૂંટ ચલાવે છે. ત્રણેય યુવકોએ ચહેરા પર માસ્ક અને રૃમાલ બાંધેલા હોય છે. આ સમગ્ર લૂંટની ઘટના ATMમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે 9.50 વાગ્યાની આસપાસ 27 વર્ષીય ચંદ્રકુમાર નામનો વ્યક્તિ સચીન જીઆઇડીસી વિસ્તારમાં વરાછા કો-ઓપરેટિવ બેન્કના એટીએમ ખાતે આવ્યો હતો.
તે એટીએમમાં પૈસા જમા કરાવવા માટે આવ્યો હતો. જ્યારે તે એટીએમમાં પૈસા બેગમાંથી કાઢી રહ્યો છે. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ATMની અંદર ઘૂસી જાય છે. ત્યારબાદ ત્રણેય યુવકો માંથી એક યુવક ધારદાર વસ્તુ કાઢે છે અને ચંદનકુમારને ડરાવે છે. ધારદાર વસ્તુ જોઈને ચંદન કુમાર પોતાની પાસે રહેલી રોકડ રકમ લૂંટારાઓને આપી દે છે.
ત્યારબાદ ત્રણ અજાણ્યા બેગમાં રહેલી રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ ચંદન કુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ATMમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment