પરિણામ નબળુ આવતું ધોરણ-8ની વિદ્યાર્થીનીએ પોલીસકર્મીના ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 4:18 pm, Thu, 9 June 22

હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. એક 14 વર્ષની વિદ્યાર્થિનીએ પડોશમાં રહેતા પોલીસકર્મીના ઘરે જઈને ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીનીએ એક સુસાઈડ નોટ પણ લખ્યું હતું. જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરિણામ નબળું આવવાના કારણે તેણે આ પગલું ભર્યું છે.

દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટના બુધવારના રોજ ભરતપુરના ભુસાવર બની હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, ચંચલે ધોરણ 8ની પરીક્ષા આપી હતી. બુધવારના રોજ બપોરે ધોરણ આઠનું પરિણામ આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ચંચલનું પરિણામ ખૂબ જ નબળું આવ્યું હતું. જેના કારણે તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. ત્યારબાદ ચંચલ ઘરે આવી, ઘરમાં તેના નાના ભાઈ બહેન હાજર હતા. મળતી માહિતી અનુસાર તેની પડોશમાં રહેતા પોલીસ કર્મચારી સુનીલ અને તેની પત્ની બહાર ગયા હતા.

તેઓ પોતાના ઘરની ચાવી ચંચલના ઘરે આપી હતી. સુનિલની પત્ની ઘરે આવી અને તેને પોતાના ઘરની રૂમ ખોલીને જોયો, ત્યારે રૂમની અંદર ચંચલનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. તેની પાસેથી સુસાઈડ નોટ પણ મળી હતી. આ ઘટનાની જાણ દીકરીના પરિવારજનોને થતાં તેઓ સુનીલના ઘરે પહોંચી આવ્યા હતા.

ત્યાર બાદ મૃતદેહને નીચે ઉતારીને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાને લઇને મૃતક દીકરીના પરિવારજનોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. દિકરી પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં દીકરીએ લખ્યુ હતું કે, નબળા પરિણામના કારણે હું આ પગલું ભરવા જાઉં છું. સોરી ભાઈ-ભાભી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પરિણામ નબળુ આવતું ધોરણ-8ની વિદ્યાર્થીનીએ પોલીસકર્મીના ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*