ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી તેવી ઘટના સામે આવી છે. અહીં દૂધની ડેરી પાસે રહેતા યુવાનનું મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવાન પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં યુવાને ત્રણ વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ કરું છું તેવો ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રણેય આરોપીઓ વિરોધ ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ નર્મદા કેનાલમાં યુવાનનું મૃતદેહ પડ્યું હોવાના સમાચાર મળતા જ સીટીએ ડિવિઝનની પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ કેનાલ માંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ ગયા હતા. મૃત્યુ પામેલા યુવાનનું નામ અશોકભાઈ કુકાભાઈ કોરડીયા હતું. તેઓ દૂધની ડેરી પાસે રહેતા હતા. અશોકભાઈ ના ખિસ્સામાંથી અને તેમના ઘરના રસોડામાં રાખેલા પાકીટમાંથી બે અલગ અલગ ચિઠ્ઠી મળી આવી હતી.
આ બંને ચિઠ્ઠીમાં અશોકભાઈએ પોતાની આપવીતી જણાવી હતી. ચિઠ્ઠીની અંદર અશોકભાઈ વિક્રમભાઈ જલપરા, અનિલભાઈ રામજીભાઈ મૂળિયા અને ભવાનભાઈ ડાયાભાઈ જાદવ નામના વ્યક્તિઓના નામ લખ્યા હતા. પોલીસે ચિઠ્ઠી ના આધારે ત્રણેય લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અનિલભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મોતનું કારણ અનિલ, વિક્રમ અને ભવાનભાઈ છે. તેમની પાસે લીધેલા પૈસાનું ઘણા સમયથી વ્યાજ ભરું છું. છતાં વ્યાજ માટે તેઓ મને સતત ત્રાસ આપે છે. અનિલ પાસેથી લીધેલા 1 લાખ રૂપિયાનું 10 ગણું વ્યાજ ભરેલું છે. દૂધની ડેરી પાસે વેચેલા મકાનના 4.50 લાખ રૂપિયા લેવાના બાકી છે તે 10000 રૂપિયાનો મહિનો હપ્તો આપશે.
પહેલો હપ્તો 25-11-22ના રોજ લેવાનો છે. તે હપ્તા હું મારા ઘરના સભ્યોને આપે. હું મારા ઘર માટે ખાવાના પૈસા રાખતો ન હતો. તોય આ લોકો મારો કોરો ચેક દસ ગણી રકમ ભરીને બેંકમાં નાખવાની ધમકીઓ મને આપતા હતા. મને સુસાઇડનો કોઈ શોખ નથી. આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment