હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ યુવકે પોતે પણ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક આ પગલું ભરી શક્યો નહીં. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દિનેશ ડાબરા નામના યુવકે 6 વર્ષ પહેલા એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા.
તેઓને ચાર વર્ષનો એક માસૂમ દીકરી પણ હતી. મળતી માહિતી અનુસાર દિનેશ ડાબરાએ આર્થિક તંગીને લીધે પોતાની ગર્ભવતી પત્ની અને ચાર વર્ષની માસૂમ દીકરીનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ દિનેશે પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દિનેશની હિંમત ચાલી નહીં.
ત્યારબાદ દિનેશ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના રેવાડીમાં બની હતી. અહીં કૃષ્ણનગરમાં એક મકાનના ત્રીજા માળેથી માતા અને દિકરરીનું મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને લઇને તપાસ હાથ ધરી હતી.
મૃત્યુ પામેલી મહિલાનું નામ સાક્ષી હતું. મૃત્યુ પામેલા ચાર વર્ષના માસુમ દીકરીનું નામ અવની હતું. આ ઘટનામાં મહિલાનો પતિ દિનેશ ઘટના સ્થળે ન હતો. તેથી પોલીસને દિનેશ પર શંકા ગઈ હતી. શંકાના આધારે પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાના થોડા સમયમાં જ પોલીસે દિનેશને ઝડપી પાડયો હતો.
પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે એક કંપનીમાં કોર્પોરેટર તરીકે કામ કરતો હતો. તેને ઘણી કંપનીઓમાંથી અલગ અલગ લોન લીધી હતી. જેના કારણે તે આર્થિકતંગીથી જજુમી રહ્યો હતો. તેને પોતાના આખા પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો. પરંતુ આરોપી દિનેશ એ સૌ પ્રથમ પોતાની ગર્ભવતી પત્નીનો ગળુ દબાવીને જીવ લઇ લીધો ત્યારબાદ પોતાના ચાર વર્ષના દીકરીનો જીવ લઇ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment