ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ જતી હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના ભીલવાડ શહેરમાં એક બેકાબુ ટ્રકે એક બાઈક ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ દર્દના અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટનામાં ટ્રકે એક કારને પણ ટક્કર લગાવી હતી. જેમાં કારમાં સવારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ચિત્તોડગઢ અને અજમેર હાઇવે પર બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
તમામ લોકોએ મળીને ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને પકડીને તેમની ધુલાઈ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં બીજોલિયાના રહેવાસી શુભમ સોનીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત એક કારમાં સવારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે ચિત્તોડગઢ-અજમેર હાઇવે પર બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ત્યારબાદ ટ્રક બેકાબુ થઈને મંદિરની બહાર પાર્ક કરેલી કાર સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
બળદેવ માહિતી અનુસાર ટ્રક ચાલકે ત્રણ જગ્યાએ પોલીસ નાકાબંધી પણ તોડી હતી. શુભમના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. શુભમના પિતાએ જણાવ્યું કે, મૃત્યુના એક મિનિટ પહેલા તેને શુભમ સાથે વાત કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment