આજકાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનાઓમાં કેટલા હસતા ખેલતા પરિવારો વિખેરાઈ ગયા હશે. ત્યારે પારડી જોગમરડી નજીક હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોના કરૂણ મૃત્યુ થયા છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં હાઇકોર્ટ ખાતે વકીલાતની પ્રેકટીસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા તેની સાથે પ્રેક્ટિસ કરતો વકીલ મિત્ર હીરક પ્રોબીરભાઈ ગાંગુલી કામ અર્થે શુક્રવારના રોજ પારડી આવ્યા હતા. પારડીમાં કામ પૂર્ણ થયા બાદ રાત્રે અન્ય બે મિત્રો અભિષેક અને પ્રશાંત આમ ચાર મિત્રો અલગ-અલગ બે બાઇક પર વાપીના સલવાવ હાઈવે પર મામાના કબાબ હોટલમાં જમવા માટે ગયા હતા.
પરંતુ હોટલમાં ખૂબ જ ગદડી હોવાના કારણે ચારેય મિત્રો અતુલ ચણવઇ ખાતે હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રશાંત GJ 15 BF 8644 નંબરની બાઇક ચલાવી રહ્યો હતો. પ્રશાંતની પાછળ અમદાવાદમાં રહેતો હીરક બેઠો હતો.
ત્યારે પારડી જોગમરડી નજીક હાઇવે પર અચાનક બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર પ્રશાંત અને હરિક નીચે પડ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા વાહનની અડફેટમાં હરિક આવી ગયો હતો. ત્યારબાદ બંને મિત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ત્યાં હાજર તબીબે હરિકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પ્રશાંતને વધુ સારવાર માટે વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રશાંતનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રશાંતની 14 દિવસ પહેલાં જ સગાઇ થઇ હતી અને મૃત્યુ પામેલો પ્રશાંત યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પ્રશાંત અને હરિકનું મૃત્યુ થતાં બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment