આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. લોકો અગમ્ય કારણોસર અથવા તો કોઈના ત્રાસથી કંટાળીને અથવા તો કોઈ અંગત કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની ફરજ બજાવતા ધર્મેશ ધનજીભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી મુજબ ડુમલાવ ગામ પાસે આવેલી પારસી ફળિયામાં આવેલ નાયકીવાડીમાં ધર્મેશ પોતાના પરિવાર સાથે રહેતો હતો. 9 એપ્રિલના રોજ દશવાડા શાળામાં પરીક્ષા હોવાના કારણે ધર્મેશને ત્યાં ફરજ પર મોકલવામાં આવ્યો હતો.
ધર્મેશ પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત આવી ગયો હતો. ત્યારે તે પોતાના પરિવાર સાથે સાંજે જમીને સુઈ જાય છે. બીજા દિવસની સવાર ધર્મેશના પરિવાર માટે ખૂબ જ ખરાબ હોય છે. કારણકે ધર્મેશનો ભાઈ સંતોષ ખેતરમાં કામ કરવા ગયો હતો. આ દરમિયાન તે ઘરની નજીક આવેલા આંબાના ઝાડ પર ધર્મેશનો લટકતો મૃતદેહ જોવે છે.
ધર્મેશ મૃતદેહ જોતા જ સંતોષ જોર જોરથી બૂમ પાડવા લાગે છે. ત્યાર બાદ પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવે છે. ધર્મેશના મૃતદેહને જોઈને ધર્મેશના માતા પિતા પડી ભાંગ્યા હતા. ધર્મેશ તેના ઘરની નજીક આવેલા ખેતરમાં આંબાના ઝાડ સાથે સાડી બાંધી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ધર્મેશના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ ના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment