રાજકોટમાં પરિવારની એકની એક 17 વર્ષીય દીકરીએ પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…

Published on: 2:42 pm, Wed, 13 April 22

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં 17 વર્ષીય દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા આશાપુરી પાર્કમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃત્યુ પામેલી 17 વર્ષીય દીકરીનું નામ તુલસી ચૌહાણ હતું. તેના પિતાનું નામ સંજય ભાઈ નારણભાઈ ચૌહાણ છે.

આ ઘટના બનતા જ ચૌહાણ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. 17 વર્ષીય દીકરી તુલસી એ પોતાની રૂમમાં પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર દીકરીના માતા-પિતા અને દીકરીની રૂમ માંથી ધુમાડા બહાર આવતા દેખાયા હતા. ત્યારબાદ દીકરીના માતા-પિતાએ ડોલ વડે પાણી નાખી હતી.

ઉપરાંત તેમને આ ઘટનાની જાણ 108ની ટીમે કરી દીધી હતી ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમે દિકરી તુલસીનો મૃત જાહેર કરી હતી. પરિવારની એકની એક દીકરીએ આ પગલું ભરતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. સંજયભાઈ ચૌહાણને એક દીકરી અને એક દીકરો છે. મળતી માહિતી અનુસાર દિકરી તુલસી દરરોજ રાત્રે ઘરની બહાર બેસતી હતી. આ બાબતને લઈને દીકરીના પિતા સંજયભાઈ દીકરીને ખીજાણા હતા.

ઠપકો આપ્યા બાદ દીકરી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બાળકો માટે ખાસ વાત, બાળકો કોઈપણ દિવસ પોતાના માતા-પિતાએ લીધેલી વાતને ઉંધી લઈને આ પ્રકારનું પગલું ન ભરતા. કારણકે આપણા માતા-પિતા આપણી ભલાઈ માટે જ આપણને કહેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં પરિવારની એકની એક 17 વર્ષીય દીકરીએ પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*