આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે રવિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે BMW કાર ચલાવતી એક મહિલાએ બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો હોવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના દિલ્હીમાં બનેલી છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઉંમર 36 વર્ષની હતી અને તે દવા લઈને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન 28 વર્ષે મહિલા પોતાની bmw કારમાં ગ્રેટર કૈલાશમાં એક પાર્ટીમાંથી પરત આવી રહી હતી.
આ મહિલાએ દવા લઈને ઘરે જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે કરિયાણાની દુકાને ચલાવતા અજય ગુપ્તા નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર ચલાવતી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ પીસીઆરને એક કોલ આવ્યો હતો, જેમાં આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં કોઈ ન હતું. ત્યાર પછી મોતીનગર તરફ જતા રોડ ઉપર બે વાહન ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી આવ્યા હતા.
ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર ચલાવનારી મહિલા ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને ABG હોસ્પિટલમાં લઈ ગઈ છે. ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિના સંબંધો તેને સારવાર માટે ESI હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં પોલીસે ઇજાગ્રસ્ત થયેલા યુવકના નિવેદન લેવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ વાત કરવા તૈયાર ન હતા અને પછી તેમનું મોત થયું હતું.
દવા લઈને ઘરે જઈ રહેલા યુવકને, પુરપાડ ઝડપે જતી BMW કારે ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો… જુઓ મોતનો હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/p8VYfEbyWu
— GUJJU ROCKZ (@gujju_rockz) May 22, 2023
યુવકના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને લઈને મૃતક યુવકના સંબંધીઓએ જણાવ્યું કે અજય ગુપ્તા દવા લેવા માટે મોડી રાત્રે ઘરેથી નીકળ્યો હતો. તે પાછો આવે તે પહેલા અમને તેના અકસ્માતના સમાચાર મળ્યા હતા એટલે અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલમાં સમગ્ર ઘટના મેં લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment