હાઈસ્પીડ ટ્રેનની સામે અચાનક બાઈક સવાર યુવક આવ્યો, ત્યારબાદ બન્યું એવું કે – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

મિત્રો જીવનમાં ઘણી વખત ઉતાવળ કરવી એ આપણા ઉપર ઘણી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને ઉતાવળ કરવી ભારે પડી જાય છે. ઉત્તરપ્રદેશના ઈડવા શહેરમાં આવેલા રામનગર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટેમાં બાઈક આવી ગયાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર હટીયાથી આનંદવિહાર તરફ જઈ રહેલી ઝારખંડ સ્વર્ણ જયંતિ એક્સપ્રેસની અડફેટેમાં એક બાઈક આવી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી.

જેના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, રામનગર ફાટક પર કેટલાક લોકો એક ટ્રેન પસાર થવાની રાહ જોતા હોય છે. આ દરમિયાન એક બાઈક ચાલક રેલવેના પાટા ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારે બીજા ટ્રેક પરથી 110 km પ્રતિ કલાકની સ્પીડે આવી રહેલી ઝારખંડ એક્સપ્રેસને જોઈને વાહન ચાલક યુવક ખૂબ જ ગભરાઈ ગયો હતો. તેથી તે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. ગભામણના કારણે બાઈક ચાલક રેલવેના પાટા પર નીચે પડી ગયો હતો. ત્યારબાદ બાઈક ચાલક ઉભો થઈને રેલવે પાટા પરથી બાઈક દૂર લઈ જવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ટ્રેન નજીક આવી જતી હોવાના કારણે બાઈક ચાલક રેલવે પાટા ઉપર જ બાઈક મૂકીને ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. અને બાઈક ચાલકની નજર સામે તેની બાઈક ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર તમામ લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

બાઈક ચાલકની ઉતાવળના કારણે તેની બાઈક ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બાઈક ચાલકની ઓળખ કરી છે અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*