ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે રહેતા એક યુવકે સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી યુવક ઘરે એકલો રહેતો હતો. તેની પત્ની તેને છોડીને પિયરમાં રહેતી હતી.
પત્નીના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. પતિ દ્વારા પતિને સાથે રહેવા દરમિયાન સતત ઝઘડો કરવામાં આવતો હતો. એટલું જ નહીં પરંતુ પત્નીએ પિયર ગયા બાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરાવી હતી. જેના કારણે યુવક સતત ટેન્શનમાં રહેતો હતો અને તેને ઘરમાં સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનું નામ મેહુલ રમેશભાઈ ગેલાણી હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. મેહુલ વરાછા વિસ્તારમાં આવેલ યોગીચોક ખાતેના સાવલિયા સર્કલ પર દેવું રેસીડેન્સી ખાતે રહેતો હતો.
મેહુલભાઈ ગઈકાલે પોતાના ઘરે રસોડામાં છતના પંખા ના હુક સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર મેહુલભાઈ ના સંબંધીઓએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદરથી લટકતી હાલતમાં મેહુલભાઈ નું મૃતદેહ મળી આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને મેહુલભાઈના પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મેહુલભાઈ અને તેમની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. મેહુલભાઈની પત્ની પિયરમાં રહેતી હતી. ઝઘડો ચાલવાના કારણે મેહુલભાઈ પોતાના ધંધા પર ધ્યાન આપી શકતા ન હતા. સતત ઘર કંકાસ બાદ છેલ્લા ઘણા સમયથી મેહુલભાઈની પત્ની પિયર જતી રહી હતી.
મેહુલભાઈ ની પત્નીએ ત્યાંથી મેહુલભાઈ સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી હતી. જેના કારણે મેહુલભાઈ છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. પોતાના પત્નીના ત્રાસથી કંટાળીને મેહુલભાઈ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment