સુરતના એક યુવકે વડોદરાની હોટલમાં બીજા માળેથી મૃત્યુની છલાંગ લગાવી, જાણો શા માટે યુવકે આ પગલું ભર્યું…

ગુજરાતમાં દિવસેને દિવસે પોતાનું જીવન ટૂંકું કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તેવી જ એક ઘટના વડોદરા ની સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી સુરતના એક યુવકે મૃત્યુની છલાંગ લગાવી હતી.

યુવક ની પાછળ કુદવા જઈ રહેલી પ્રેમિકા અને પોલીસે બચાવી લીધી હતી. મળતી માહિતી અનુસાર 449, ગઢપુર ટાઉનશિપ, સાકોદરા, તાલુકો કામરેજ, સુરત ના રહેવાસી અને સુરત લિંબાયત ખાતે કાપડની રૂમ ની ફેક્ટરી ધરાવતા 30 વર્ષીય શરદ બેચરભાઈ ભીસરા રવિવારના રોજ બપોરે વડોદરામાં હોટલ અમીટીના રૂમ નંબર 102 માં રોકાયા હતા.

તેમની સાથે તેમની 24 વર્ષીય પરિણીત પ્રેમિકાના પણ હોટેલમાં રોકાઇ હતી. મળતી માહિતી અનુસાર 19 ઓક્ટોબર ના રોજ શરદી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેના કારણે સુરત પોલીસ શરદ ભાઈની પત્નીને શોધવા માટે વડોદરાની અમીટી હોટલ પહોંચ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોલીસે સવારમાં ચાર વાગ્યાની આસપાસ હોટલના રૂમ નો દરવાજો ખખડાવ્યો ત્યારે શરદભાઈ ગભરાઈ ગયા અને તેઓ બારીમાંથી સુધી ગયા હતા. શરદભાઈ ની પાછળ તેમની પત્ની પણ ત્યાંથી કૂદકો મારવા જતી હતી ત્યારે પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી.

ત્યારબાદ સયાજીગંજ પોલીસે શરદભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પ્રેમી અને પ્રેમિકા બંને પરિણીત છે. છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને શરદભાઈ ને એક બે વર્ષની પુત્રી પણ છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં સુરત ખાતે રહેતા યુવક અને યુવતીના પરિવારજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીને લેવા માટે તેના પિતા આવ્યા હતા અને યુવકના મૃતદેહને લેવા માટે તેના પરિવારજનો આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*