હાલમાં બનેલી એક દર્દનાક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં ધાબા ઉપરથી પડી જવાના કારણે એક યુવકનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટના શુક્રવારના રોજ બની હતી.
ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અચાનક ધાબા ઉપરથી રોડ ઉપર પડતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના બિહારના મુંગેરમાં બની હતી.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મોહીન અલી હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને મોહીન અલીના પરિવારજનોનું કહેવું છે કે, મોહીન અને તેના બોસ વચ્ચે પગારને લઈને વિવાદો ચાલી રહ્યા હતા. આ કારણોસર બોસે મોહીનને ધક્કો લગાવીને છત પરથી નીચે પૈકી દીધો છે.
તેવા પરિવારજનોએ આરોપ લગાવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર સંબંધીઓએ જણાવ્યું કે મોહીન અલી શુક્રવારના રોજ સાંજના સમયે નીલમ સિનેમાની સામે યામાહા શોરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
આ ઘટનામાં તેના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી મોઈનને છેલ્લા ત્રણ મહિનાથી તેના શેઠે પગાર આપ્યો ન હતો. જેથી તેને દુકાનના માલિક સાથે વારંવાર બોલાચાલી થતી હતી.
ધાબા પરથી નીચે પડતા યુવકનું રિબાઈ રિબાઈને મોત – જુઓ મૃત્યુનો લાઇવ વિડિયો… pic.twitter.com/jcsQnc9agT
— GUJJU ROCKZ (@gujju_rockz) November 13, 2022
મોઈનના પરિવારનો આરોપ છે કે, દુકાનના માલિકે સૌ પ્રથમ મોહિની ધુલાઈ કરી અને ત્યારબાદ તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment