દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે એવી વાતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું કે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. આ ઘટનામાં પાલતુ કૂતરો પોતાનાથી દૂર જતા યુવકે નારાજ થઈને પોતાના ઘરમાં મંગળવારના રોજ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ચોકાવનારી ઘટના ઇન્દોરના એમઆઈજી વિસ્તારમાંથી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ અમન હતો. તેને મંગળવારના રોજ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અમને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
તેના ઘરે એક પાલતુ કૂતરો રહેતો હતો. મંગળવારના રોજ અમનની માતા પાલતુ કૂતરાને કંઈક મૂકી આવી હતી. આ વાતની જાણ થયા બાદ અમન ખૂબ જ રડ્યો હતો. ત્યારબાદ તે ખૂબ જ તણાવવામાં ચાલ્યો ગયો હતો. આ વાતને લઈને અમને તેની માતા અને પરિવારના સભ્યો સાથે માથાકૂટ પણ થઈ ગઈ હતી. માથાકૂટ થયા બાદ તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર સોમવારના રોજ જ્યારે અમન સ્થાનિક વિસ્તારમાં પોતાના પાલતુ કૂતરાને લઈને ફરતો હતો. ત્યારે પડોશીમાં રહેતા એક યુવકને કૂતરો કરડી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોમાં ભારે હોબાળો બચી ગયો હતો. આ વાતથી પરેશાન થઈને અમનની માતા વર્ષાબેને પાલતુ કૂતરાને એક હોસ્પિટલની સામે મૂકી દીધો હતો.
સાંજના સમયે જ્યારે અમન ઘરે આવ્યો ત્યારે તેને આ વાતની જાણ થઈ હતી. ત્યારબાદ અમને સૌ પ્રથમ પોતાની માતા સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અમન કૂતરાને શોધવા માટે હોસ્પિટલ ગયો હતો. કૂતરાને શોધવા માટે અમને ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે મળ્યો નહીં. ત્યારબાદ મોડી રાત્રે અમન ઘરે પરત ફર્યો હતો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ તેને પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અમનનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સંબંધીઓએ જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા અમન કૂતરાને પોતાની સાથે ઘરે લાવ્યો હતો. તે તેના પાલતુ કૂતરાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની ખૂબ જ સંભાળ રાખતો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment