અમદાવાદમાં નોકરી પર જતા 23 વર્ષના યુવકને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, માથું ચુંદાઈ જતા યુવકનું દર્દનાક મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

A young man died in an accident in Ahmedabad: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની(accident) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) સોમવારના રોજ સવારના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પરિમલ ગાર્ડન પાસેના અંડર બ્રિજ માંથી એક યુવક ટુ વ્હીલ લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવકની બાઇકને(young man died in an acciden) એક લોડિંગ રિક્ષાએ ટક્કર લગાવી હતી. જેના કારણે યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે નીચે પડી ગયો હતો.

આ દરમિયાન પાછળથી આવતું એક અજાણ્યું વાહન યુવકના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ નૌમિલ શાહ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે યુવકે હેલ્મેટ પણ પહેર્યું હતું, છતાં પણ આ ઘટનામાં તેનું મોત થઈ ગયું છે. પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ન્યૂ વાસણામાં આવેલા સ્વામિનારાયણ પાર્ક વિ-1 માં રહેતો હતો.

નૌમિલના પિતા રાકેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દરિયાપુર ખાતે પુરવઠા વિભાગમાં નોકરી કરે છે. જ્યારે મૃત્યુ પામેલો નૌમિલ શાહ સી.જી રોડ ખાતે કવિસ્ટ ઇન્ફોશોપ પ્રા.લિ. કંપનીમાં જુનિયર નેટ ડેવલોપર તરીકે નોકરી કરતો હતો. પ્રતિ માહિતી અનુસાર સોમવારના રોજ સવારે નૌમિલ શાહ પોતાની નોકરી ઉપર જતો હતો, આ દરમિયાન રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.

પોલીસ પાસેથી મીડિયા ને મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ મૃત્યુ પામેલા યુવકના પિતા રાકેશભાઈ દરિયાપુર ખાતે નોકરી પર ગયા હતા. ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ રાકેશભાઈ ને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે અકસ્માત અંગેની જાણે રાકેશભાઈને કરી હતી. એટલે રાકેશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચતા જ રાકેશભાઈ ના પગ નીચેથી જમીન સરખી ગઈ હતી.

હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલકે યુવકના માથા ઉપરથી વાહન ચલાવી દીધું હતું. આ કારણસર યુવકનું મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*