દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે 50 ફૂટ ઊંચી પાણીની ટાંકી ઉપરથી નીચે છલાંગ લગાવીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં યુવકના માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહે છે. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે મધ્યપ્રદેશના મંડલા બની હતી.
મળતી માહિતી અનુસાર આ પગલું ભરનાર યુવકનું નામ લખન સાહુ છે અને તેની ઉંમર 21 વર્ષની છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લખન પાણીની ટાંકી ઉપર ઉભેલો જોવા મળી રહ્યો છે. નીચે ઉભેલા કેટલાક લોકો તેને ત્યાંથી નીચે ઉતારવા માટે બુમા બુમ કરી રહ્યા છે. લગભગ 5 મિનિટ સુધી લખન પાણીની ટાંકી ઉપર ઉભો રહે છે અને પછી તમામ લોકોની નજર સામે પાણીની ટાંકી ઉપરથી નીચે છલાંગ લગાવી દે છે.
આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકોની ચીસો પડી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ તમામ લોકો દોડીને તાત્કાલિક લખન પાસે પહોંચી ગયા હતા. ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં લખન જમીન પર પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી પરિવારના લોકોને અન્ય લોકો ભેગા મળીને લખનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
તેને આ પગલું કયા કારણસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જણાવ્યું કે યુવકની સારવાર ચાલુ છે અને ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવામાં આવશે અને પછી જાણવા મળશે કે તે કયા કારણોસર ટાંકી ઉપરથી નીચે કૂદીયો.
50 ફૂટ ઊંચી પાણીની ટાંકી પરથી યુવક નીચે છલાંગ લગાવીને સુસાઈડનો પ્રયાસ કર્યો, પછી તો કંઈક એવું બન્યું કે… હિંમતવાળા લોકો જ વીડિયો જોજો નહીંતર… pic.twitter.com/UuwekCEBXN
— GUJJU ROCKZ (@gujju_rockz) March 10, 2023
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ એ વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર લખન લગ્ન અને અન્ય પ્રસંગોમાં ડેકોરેશનનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment