મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. છેલ્લા ઘણા સમયથી બાઈક પર રોમેન્સ કરતા યુવક અને યુવતીના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં વધુ એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ બાઈક પર ખુલ્લેઆમ રોમેન્સ કરતા યુવક અને યુવતી જોવા મળી રહ્યા છે.
વાયરલ થઈ રહેલો વિડિયો અજમેરના પુષ્કર રોડનો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે બાઈકની પેટ્રોલની ટાંકી ઉપર એક યુવતી બેઠેલી જોવા મળી રહે છે. બંને ચાલુ બાઈક પર ન કરવાની હરકતો કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવતા જ પોલીસ એક્સલ મોડ માં આવી ગઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચાલક યુવકની શોધખોળ કરી લીધી છે. બાઈક ચાલક યુવકનું નામ સાહિલ મેસી છે અને તેની ઉંમર 24 વર્ષની છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા 336, 279 અને 294 હેઠળ કેસ નોંધીને બાઇક જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અજમેરથી પુષ્કર તરફ જતા રોડ ઉપર બાઈક પર સવાર યુવક અને યુવતી ન કરવાની હરકતો ચાલુ બાઈક પર કરી રહ્યા હતા.
આ દ્રશ્યો જોઈને અન્ય બાઇક ચાલકે બંને નો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યો હતો. વીડિયો સામે આવતા જ પોલીસે યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હેલ્મેટ પણ પહેર્યું નથી અને યુવતીને બાઇકની પેટ્રોલની ટાંકી ઉપર બેસાડીને જોખમી રીતે બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.
જાણે પોતાના બાપાનો રસ્તો હોય તેવી રીતે ખુલ્લેઆમ યુવક અને યુવતી રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય સહમંત્રી શશી પ્રકાશે જણાવ્યું કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. જે વિડિયો અજમેર થી સામે આવ્યો છે.
#Ajmer में बाइक पर लड़की को आगे बैठाकर रोमांस का वीडियो हुआ वायरल, आमजन ने कहा शहर में ऐसी अश्लीलता पर हो कार्यवाही। #Rajasthan @AjmerpoliceR @PoliceRajasthan @RajCMO #अजमेर pic.twitter.com/UtsBbekKAx
— MTTV INDIA (@MTTVINDIA) February 6, 2023
તે આપણી સનાતન સંસ્કૃતિનું અપમાન છે. જે દેશમાં દરેક દીકરીઓને દુર્ગા રૂપે પૂજવામાં આવે છે. જો તે દીકરીઓના આ રીતે વિડીયો જાહેર થાય અને હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે ચોક્કસપણે આચાર્યજનક બાબતો છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment