સુરત શહેરમાં એક રત્નકલાકારે પોતાના લગ્નની પ્રથમ એનિવર્સરીના ચોથા જ દિવસે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર રત્નકલાકારે ઝેરી દવા પી લીધી ત્યારે તેમના પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા રત્નકલાકારનું નામ મેહુલ દેવરાજ દેવણીયા હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી. તેઓ કતારગામમાં નીલકંઠ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.
મૃત્યુ પામેલા મેહુલભાઈ સૌરાષ્ટ્ર મહુવાના વતની હતા. તેઓ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. મેહુલભાઈના મૃત્યુના કારણે પરિવારે પોતાનો આર્થિક સહારો ગુમાવ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઇને મેહુલભાઈ ના પરિવારજનોએ જણાવ્યું કે, મેહુલ પાસેથી બેંકવાળા 10 દિવસથી ઉઘરાણી કરતા હતા. આ ઉપરાંત પરિવારજનોએ જણાવ્યું કે મેહુલે કેટલા ની લોન લીધી હતી એ બાબતે કશું જ ખબર નથી. મળતી માહિતી અનુસાર મેહુલે જહાંગીરપુરા કનાદા ફાટક નજીક ની નહેર પર મિત્ર સાથે ગયું હતું અને મિત્રની નજર ચુકાવીને તેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ત્યારબાદ મિત્રને ઝેરી દવાની ખૂબ જ દુર્ગંધ આવતા, મેહુલ ના મિત્ર એ તેને પૂછ્યું ત્યારે મેહુલભાઈ કહ્યું કે તેને ઝેરી દવા પીધી છે. ત્યારબાદ તે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો.
અને આ ઘટનાની જાણ પરિવારજનોને પણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મેહુલનું કરૂણ મૃત્યુ થયું હતું. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેંક લોનના હપ્તા ન ભરી શકતા મેહુલએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment