આજકાલ પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી ઘટના મોરબી ની સામે આવી છે. મળતી માહિતી મુજબ મોરબીના રાજપરા નજીક નવા બની રહેલા એરપોર્ટ પાસેની આ ઘટના છે. આ ઘટનામાં એક એન્જિનિયર યુવકનું મૃત્યુ થાય છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપરા નજીક નવું એરપોર્ટ બની રહેલું છે આ એરપોર્ટ ની જમીન માપણી નું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ ની જમીન માપણી માટે એન્જિનિયર ઉત્તમ કુલતરિયા આવ્યો હતો.
તે યુવકોએ ગુમ થઈ ગયો હતો તેના કારણે પરિવાર સહિતના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. એરપોર્ટના નજીકના તળાવમાં યુવક ડૂબી ગયો હોવાની પોલીસે આશંકા ગઈ હતી.
તે કારણોસર મોરબી પોલીસે તળાવની ફોકસ કરીને સ્થાનિક ગામના લોકોની મદદ લઈને યુવકની શોધખોળ શરૂ કરી હતી. 14 કલાકની શોધખોળ બાદ અંતે રાજપરા તળાવમાંથી યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ યુવકનો મૃતદેહ આજે સવારે 10 વાગ્યાની આસપાસ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
યુવકના મૃત્યુની યુવકના પરિવારને ખબર પડતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. યુવક કેવી રીતે તળાવમાં ડૂબી તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી આ સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment