જસદણના વીરનગર ગામમાં એક મહિલાનું ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યું, દીકરીની માતાએ કીધું કે, પૈસા માટે મારી દીકરીનો…

જસદણ તાલુકાના વીરનગર ગામે રેતી એક મહિલાનું મૃતદેહ તેના ઘરમાં ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 22 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના સાસરિયા હોય તેનું મૃતદેહ નીચે ઉતારીને તેના ઉપર કપડું ઢાંકી દીધું હતું અને ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ મૃતક મહિલાના માતા-પિતા સહિતના પરિવારના લોકો વીરનગર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બની તેના કલાકો વીતી ગયા હતા. પરંતુ સાસરીયાઓએ ઘટનાની જાણ આટકોટ પોલીસને કરી ન હતી તેથી આ બનાવ શંકામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના માતા પિતાએ આટકોટ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પીએસઆઇ કે.પી.મહેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને સૌપ્રથમ જસદણની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મોડી સાંજે પતિ સહિત સાત લોકો સામે મહિલાને આ પગલું ભરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ઘટનાને લઈને દીકરીની માતાએ જણાવ્યું કે, સાસરિયાઓ સતત પૈસા માગીને મારી દીકરીને હેરાન કરતા હતા, તેથી અમે અમારી દીકરીને પૈસા મોકલાવતા હતા. ઘટનાના દિવસે સવારે 5.20 વાગે ફોન આવ્યો હતો કે તમારી દીકરીએ ગળાફાંસો ખાધો છે.

તેથી અમે સાસરિયાઓને ઘણા બધા સવાલ કર્યા પરંતુ તેઓએ સરખો જવાબ આપ્યો નહીં. સાસરિયાંઓ મારી દીકરીની પૈસાના બાબતે વારંવાર ધુલાઈ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકતા હતા. મારી દીકરી એ આવું પગલું ભર્યું તેની પાછળ તેના સાસરિયાંઓ જ મુખ્ય કારણ છે. મારી દીકરીને તેના સાસુ, સસરા, જેઠ અને દેર ત્રાંસ આપતા હતા.

મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રીતિબેન દિલીપભાઈ દાફડા હતું. શનિવારના રોજ વહેલી સવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનું મૃતદેહ મળી આવ્યું હતું. પ્રીતિબેન ના માતા પિતાએ સાસરિયાઓને આ બનાવ અંગે ગોળ ગોળ જવાબ પૂછ્યા હતા. ત્યારે તેમને શંકાસ્પદ જવાબ મળ્યા હતા. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*