સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી એક મહિલા અચાનક જ બીજા માળેથી નીચે પડી ગઈ હતી. આ કારણોસર મહિલાનું રીબાઈ રીબાઈને મોત થયું છે. મળતી માહિતી અનુસાર બીજા માળેથી નીચે પડ્યા બાદ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ત્યાર પછી મહિલાનો પતિ અને પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. પરીણીત મહિલાનું મોત થતા જ એક 7 મહિનાની અને 3 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. દીકરી તો હજુ મમ્મી બોલતા શીખે તે પહેલા માતા દુનિયા છોડીને ચાલી ગઈ છે.
વિગતવાર વાત કરે તો પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી હોમ નામની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી હતી. આ બિલ્ડિંગના બીજા માળે મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી 22 વર્ષની રેજૂ ડામોર નામની મહિલા પોતાના પતિ સાથે કામ કરતી હતી. આ મહિલા એક મહિના પહેલા જ પોતાના પતિ સાથે રોજગારી માટે સુરત આવ્યા હતા.
તેના લગ્ન 2019 માં થયા હતા અને હાલમાં તેઓને એક ત્રણ વર્ષની અને એક સાત મહિનાની દીકરી છે. જાણવા મળી રહ્યું છે કે મહિલા આજરોજ બિલ્ડીંગના બીજા માળે કડિયા કામ કરી રહી હતી. આ દરમિયાન તેનો પતિ પણ ત્યાં કામ કરતો હતો. ત્યારે અચાનક જ મહિલા બિલ્ડીંગના બીજા માળેથી નીચે પડી હતી.
તેના પતિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની પત્નીને નીચે પડતા બચાવવામાં અસફળ રહ્યો હતો. આ ઘટનામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસ કામ કરી રહેલા મજૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. બે માસુમ દીકરીઓની માતાનું મોત થતા જ પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો છે. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનું નિવેદન લીધું હતું. ત્યાર પછી સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment