બનાસકાંઠાના વડગામ તાલુકાના નાવીસણા ગામમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. હાલમાં તો ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને આવા વરસાદી માહોલમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે નાવીસણા ગામમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જાણવા મળી રહી છે કે વીજળીના થાંભલા સાથે બાંધેલા તાર પર કપડા સુકાવતી વખતે મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.
ત્યારે તેને બચાવવા માટે મહિલાના પતિ અને દીકરો દોડ્યા હતા. પરંતુ આ બંનેને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પછી ત્રણેયને સારવાર માટે તાત્કાલિક વડગામ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેયએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગામમાં રહેતા ભાવનાબેન જોશી ઘટનાના દિવસે સવારના સમયે કપડા સુકાવી રહ્યા હતા. આ દરમિયાન વીજ થાંભલા સાથે બાંધેલા તારમાં કરંટ લાગ્યો હતો. જેના કારણે ભાવનાબેનને પણ જોરદાર કરંટ લાગ્યો હતો એટલે તેમને બૂમાબૂમ કરી હતી. તેમનો અવાજ સાંભળીને તેમના પતિ પ્રકાશભાઈ અને દીકરો રુદ્ર તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા.
પરંતુ આ દરમિયાન બાપ દીકરાને પણ જોરદાર કરંટ લાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો અને ગામના લોકો ત્રણેયને સારવાર માટે તાત્કાલિક વડગામ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. એક જ સાથે બ્રાહ્મણ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment