આજકાલ માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મુરાદાબાદમાં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નશામાં ધૂત એક કાર ચાલકે એક મહિલાને અડફેટેમાં લીધી હતી. કારચાલકની જબરદસ્ત ટક્કરના કારણે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે.
બેકાબૂ કાર ચાલકે પોતાની દીકરી સાથે શાળાએથી પરત ઘરે જતી મહિલાને જબરદસ્ત પર લગાવી હતી. અકસ્માતના પગલે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બની ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હતો.
આ અકસ્માતની ઘટનામાં કારચાલકને પણ ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ શીનું હતું. તેની ઉંમર 30 વર્ષની હતી. તે એક શાળામાં સફાઈનું કામ કરતી હતી.
સમગ્ર ઘટનાને લઇને મહિલાના પતિએ જણાવ્યું કે રવિવારના રોજ શિનું શાળાએ ગઈ હતી. શાળાએથી પોતાનું કામ પતાવીને પરત ફરતી વખતે એક બેકાબૂ કારચાલકે મારી પત્ની અને મારી દીકરીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં મારી પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે ૧૩ વર્ષની દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શીનુનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment