મિત્રો છેલ્લા ઘણા સમયથી દેશમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક મહિલા પત્રકારે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મહિલા પત્રકારે સુસાઇડ નોટ લખી ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ ઘર કંકાસ અને ઘરમાં થતી માથાકૂટ ના કારણે એક મહિલા પત્રકારે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મહિલાએ લખેલી સુસાઇડ નોટ વાંચીને તમે પણ ચોકી જશો. આ દુઃખદાયક ઘટના બેંગ્લોરની છે. મળતી માહિતી અનુસાર અહીં એક ભાઈને પોતાની બહેનનું મૃતદેહ મળી આવે છે.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી જાય છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ શ્રુતિ નારાયણ હતો. શ્રુતિ નારાયણની ઉંમર 39 વર્ષની હતી. શ્રુતિ એક પત્રકાર હતી. શ્રુતિનું મૃતદેહ તેના જે એપારમેન્ટ માંથી મળી આવ્યું હતું. શ્રુતિના લગ્ન અનીશ કોરોથ સાથે થયા હતા.
અનીશ શ્રુતિની સાથે ઘણી વખત માથાકૂટ કરતો અને ઘણી વખત એને ખૂબ જ પરેશાન કરતો હતો. આ બધાથી કંટાળીને શ્રુતિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોતાનું જીવન ટુંકાવ્યું પહેલા તેને ત્રણ પેજ ની સુસાઇડ નોટ લખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, હું મારું જીવન સમાપ્ત કરવા જઈ રહી છું. મારું આ પગલું ભરવા થી બે લોકો સૌથી વધારે ખુશ થશે એક તો હું અને બીજા મારો પતિ અનીશ. હું ખુશ છું કારણ કે મને આ દર્દનાક જિંદગી માંથી મુક્તિ મળી છે અને તું ખુશ રહીશ કેમકે તું મને તારી જિંદગીમાં નહિ રાખે.
આ ઉપરાંત શ્રુતિએ તેના પતિના બીજા લગ્ન વિશે લખ્યું કે, તારે કોઈ અંધ કે બેરી મહિલા સાથે લગ્ન કરવા જોઈએ કારણ કે તેનો ત્રાસ કોઈ પણ સહન કરી શકે તેમ નથી. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારબાદ શ્રુતિનો પતિ અનીશ ફરાર છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment