છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નિવૃત ડેપ્યુટી કલેક્ટરની વહુ અને બેંક મેનેજરની પત્નીએ ગળાફાંસો પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મહિલાએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. પોલીસને મૃત્યુ પામેલી મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં મહિલાએ પોતાના પરિવારજનોની માફી માંગી હતી અને દીકરીનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે ટૂંકાવાની ઘટના છત્તીસગઢના બિલાસપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ યુક્તિરાની હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી.
2019 માં યુક્તિરાનીના લગ્ન રવિકાંત નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ રવિ કાંત તેના પરિવાર સાથે યદુનંદન નગરમાં રહેતો હતો. પરંતુ લગભગ છેલ્લા સાત મહિનાથી રવિ પોતાની પત્ની સાથે સુવર્ણ રેસીડેન્સીમાં રહેવા લાગ્યો હતો. તેમને 15 મહિનાની દીકરી પણ છે. સમગ્ર ઘટનાને લઈને રવિ કાંતે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તે તેની દીકરીને ખવડાવી રહ્યો હતો અને ટીવી જોતો હતો.
લગભગ રાત્રીના 10:00 વાગી ગયા છતાં પણ તેની પત્નીએ જમવાનું બનાવ્યું ન હતું. ત્યાર પછી તે રસોડામાં રસોઈ કરવા ગઈ ત્યારે મેં ટીવી નો અવાજ વધારીને દીકરીને ખવડાવવાનું શરૂ કર્યું હતું. લગભગ અડધો કલાક પછી હું રસોડામાં ગયો ત્યારે મારી પત્ની રસોડામાં ન હતી. બેડરૂમ પાસે ગયો ત્યારે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો.
પછી મેં મારી પત્નીને બોલાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેને મારો અવાજ સાંભળ્યો નહીં. પછી મેં ગમે તેમ કરીને બારીમાંથી ડોકિયું કર્યું ત્યારે મારી પત્ની લટકતી હાલતમાં દુપટ્ટા સાથે જોવા મળી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ મેં મારા પિતા અને સસરાને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાને લઈને યુવતીના સંબંધીઓએ જણાવ્યું કે, રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ યુવતી ની માતાએ તેને ફોન કર્યો હતો, ત્યારે ટીવીનો જોરથી અવાજ આવી રહ્યો હતો અને તે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. થોડીક વાર સુધી યુવતીએ પોતાની માતા સાથે વાત કરી અને પછી ફોન કરીશ તેમ કહીને ફોન કાપી નાખ્યો. થોડાક સમય પછી તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. પોલીસને મૃત્યુ પામેલી યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી.
જેમાં તેને પોતાની મોટી બહેનને કહ્યું છે કે, મારી દીકરીને પોતાની દીકરીની જેમ રાખજે એને પ્રેમ કરજે. મારી વિશે તેને કહેજે કે હું એક સારી માતા હતી. વધુમાં તેને લખ્યું હતું કે, હું તમને બધાને પ્રેમ કરું છું. તમે બધા ખુશ રહેજો. મને હંમેશા યાદ રાખજો. હું દરેકને ખૂબ જ પ્રેમ કરું છું. જે થાય તે સારા માટે થાય છે. સફળ થાઓ મારી પ્રાર્થના તમારી સાથે છે.
આ ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન બાદ યુવતીને સાસરિયાવાળા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાની યોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ મૃત્યુનો સાચો કારણ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment