ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે.
અહીં સ્વામિનારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા પરમ પ્રકાશ સ્વામીની ઉંમર અંદાજે 80 વર્ષની હતી.
પરમ પ્રકાશ સ્વામી સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરમાં નિરીક્ષક પદ ઉપર સેવા આપી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ઊંઘમાં હતા આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણસર તેમનું નિધન થયું છે.
પરમ પ્રકાશ સ્વામીનું મૃત્યુ થતા જ સ્વામિનારાયણ સંતો અને ભક્તોમાં માતમ છવાઈ ગયો છે.સતત વધી રહેલા હાર્ટ એટેક ના કિસ્સાના કારણે ગુજરાતની જનતા હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધી રહ્યા છે.
સૌપ્રથમ મોટી ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવ જોવા મળ્યા હતા અને હવે નાની ઉમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment