હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પાંચ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયું છે. બાળક પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે તેના પર એક દિવાલ પડી હતી. આ કારણોસર બાળકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. માત્ર પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસનું માનવું છે કે, વરસાદના કારણે દિવાલ પડી છે.
આ ઘટના બુંદી જિલ્લાના કેશવરાયપાટન શહેરના જયસ્થલ ગામમાં બની હતી. આ દર્દનાક ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરંતુ મૃતક બાળકના પરિવારના લોકોએ કાર્યવાહી કરવાથી ઇનકાર કર્યો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ વિરાંશ જૈન હતું અને તે એલકેજીમાં અભ્યાસ કરતો હતો.
વિરાંશ બે ભાઈઓમાં મોટો હતો. મળતી માહિતી અનુસાર તે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ તેના ત્રણ થી ચાર મિત્રો સાથે શેરીમાં રમી રહ્યો હતો. રમતા રમતા તે ઘરથી 150 થી 200 મીટર દૂર એક દુકાન પાસે પહોંચ્યા હતા. બાળકો દુકાનની દીવાલને પગે રમી રહ્યા હતા.
ત્યારે અચાનક જ દુકાનની બહારની દિવાલ નીચે પડી હતી. આ ઘટનામાં વિરાંશના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, ભારે વરસાદ પડવાના કારણે દિવાલ નીચે પડી છે. પરંતુ બાળકના પરિવારના લોકો કાર્યવાહી કરવાનો ઈનકાર કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment