આ જગતમાં દરેક જીવ ને એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમના ભાવ હોય છે. આજે અમે તમને કહેવા અનોખા સંબંધ વિશે જણાવવાના છીએ જેના વિશે જાણવા માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. રાજસ્થાનના પાલી જિલ્લામાં વાઈલ્ડ લાઈફ જવાઈ હિલ્સ ખૂબ જ જગ્યા છે
જે ગિરનાર નેસ અને સિંહની યાદ અપાવે છે.આપણે જાણીએ છીએ કે જે રીતે સિંહ માત્ર સાસણગીરમાં જોવા મળે છે અને એ પણ ગીરમાં વસતા માલધારીઓની વચ્ચે રહે છે અને માલધારી અને ગીરના સાવજ વચ્ચે હતું જ બંધન હોય છે
જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી તે જ રીતે આ પાલી જિલ્લાના બેરા ગામમાં માનવીઓ અને દીપડાઓ પ્રત્યે અલગ જ પ્રેમ જોવા મળે છે.તમે આખી દુનિયા ફરી લેશો તો પણ તમે દીપડાઓનું ટોળું નહીં જોયું હોય
પરંતુ આ ગામમાં તમને ટોળામાં દીપડા જોવા મળશે અને આ બેરા ગામ અરવલ્લીની પહાડીઓમાં આવેલું છે અને આ ગામમાં લગભગ 40 થી 50 દિપડા રહે છે અને દીપડા અને માણસો વચ્ચે અનોખો સંબંધ છે ને આજ સુધી અહીં કોઈ પણ માનવી પર દીપડા હોય એ હુમલો કર્યો નથી.
મિત્રો આ પ્રદેશને ચિત્તાને સ્થાનિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જ તેમને સાચવવા માટે ખાસ કાળજી લેવામાં આવે છે અને આ વિસ્તારમાં ગેરકાયદેસર શિકાર નહીવત છે અહીં 40 થી 50 દિપડાઓની વસ્તી છે અને ખરેખર આ ગામ આપણને ગીરના માલધારી અને સાવજના પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment