અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. કહેવાય છે ને કે લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના અનેક લાભ થાય છે, બીમારીઓ થી છુટકારો મળતો હોય છે. રોગ દૂર રહે છે, મોટાભાગે શાકભાજી વેચનારાઓને તમે શાકભાજીને લીલાછમ રાખવા માટે પાણી છાંટતા જોયા હશે.
આ ઉપરાંત દુકાનદારો શાકભાજીને સારી રીતે પણ ધોતા હોય છે. જેથી કરીને શાકભાજી તાજા રહે, અનેકવાર એવું પણ જોવા મળ્યું છે કે ખરાબ શાકભાજીને શાકભાજીવાળા ધોઈને ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા છેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો ?
વીડિયોમાં એક શાકભાજી વેચનારાઓ એવું કામ કરતા જોવા મળે છે કે ગુસ્સો આવી જાય છે. આ વિડીયો જોકે હાલનો નથી ઘણો જૂનો છે, કહેવાય છે ને કે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે. ગ્રાહકો દુકાનદારોના ત્યાંથી ગુણવત્તા જોઈને જ સામાન ખરીદતા હોય છે.
Posting without comment pic.twitter.com/WcU1Jyeolx
— Gopal Goswami (@igopalgoswami) July 10, 2023
સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં વ્યક્તિ નાળાના ગંદા પાણીથી શાકભાજી ધોતા જોવા મળે છે, શાકભાજી ગંદા પાણીથી ધોઈને પોતાની રેકડી પર મૂકી રહ્યો છે. આ શાકભાજી વાળો તે નાળામાં ટામેટા, મરચા અને અન્ય શાકભાજી ડૂબોડી ડૂબોડીને ધોતો જોવા મળી રહ્યો છે.
પહેલા આ શાકભાજી વાળો ટામેટા અને ફ્લાવરને તે ગંદા પાણીથી ધોવે છે. ત્યારબાદ બાકી શાકભાજી સાથે તેને રેકડી પર ગોઠવી દે છે. આ નાળામાં તે લીલા મરચા સહિત અનેક શાકભાજી પણ નાખીને ધોવે છે. જણાવવાનું કે સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાઇરલ થઈ રહ્યો છે, પરંતુ તે ઘણો જૂનો છે.
આ વિડીયો માર્ચ 2020 નો છે, જેને @gopalgoswami ટ્વીટર એકાઉન્ટથી ફરીથી ટ્વીટ કરાયો છે.આ ઘટના મહારાષ્ટ્રના ભીવંડીની હતી, આ મામલે આરોપી વ્યક્તિ પર આઈપીસી ની કલમ 273 હેઠળ કેસ પણ દાખલ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment