અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર હેતલ મકવાણા પર આક્ષેપ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ભાજપના મહિલા કોર્પોરેટર મિત્તલ મકવાણા પર આક્ષેપ કરી રહ્યો છે કે, તેઓ કોર્પોરેશનમાં અરજીઓ કરે છે.
સરદારનગરમાં રહેણાક અને કોમર્શિયલ બંનેમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે. અને ત્યારબાદ વ્યક્તિ કહે છે કે બધાને નોટિસ આપો માત્ર અરજીઓ જ થાય ત્યાં જ કેમ નોટિસ આપો છો. જ્યારે મીડિયા દ્વારા ભાજપના મહિલા કોર્પોરેટર મિતલબેન મકવાણાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કોઈ અન્ય વ્યક્તિ એ ફોન ઉપાડ્યો અને પૂછ્યું શું કામ છે, અને પછી કહ્યું કે પછી વાત કરાવું એમ કહ્યું હતું.
ફરીથી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ફોન ઉપાડ્યો નહીં. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જણાવી રહ્યો છે ઘણા પ્રતિનિધિઓ ચૂંટણી આવે છે. આજે એવું એક પ્રતિનિધિનો ખુલ્લેઆમ નામ લઉં છું મિત્તલબેન મકવાણા જેઓ કાયદેસર બધા પર અરજીઓ કરે છે જે ખૂબ જ ખોટું છે.
અમદાવાદમાં સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરની વિરોધમાં એક વીડિયો થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો… pic.twitter.com/P6xbDd83fV
— GUJJU ROCKZ (@gujju_rockz) November 29, 2021
આ પ્રતિનિધિઓને વિચારવાની જરૂર છે. હું મારવા વિડીયો રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ પાસે પહોંચાડવા માંગું છું. આ ઉપરાંત કહે છે કે પ્રતિનિધિઓએ ખુલ્લેઆમ પડેલા પ્લોટમાં વિકાસ કરવાની જરૂર છે. ભાજપના કાર્યાલય ખાલી થઈ ગયા પરંતુ ત્યાં વિકાસ થયો નથી.
આ ઉપરાંત તે વ્યક્તિએ કહે છે કે નોટિસ આપવી હોય તો આખા સરદારનગરમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે. રહેણાંક હોય કે કોમર્શિયલ હોય એ તમામમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે. તો તેમને નોટિસ આપો. ખાલી જે લોકો અરજી કરે છે તેમને નોટિસ ન આપો. આ ઉપરાંત તે વ્યક્તિ કહે છે કે હું તમામ ભાજપના નેતાઓને કોર્પોરેશનના સાથીઓને કહેવા માગું છું કે અરજીઓ કરો છો તો પ્રમુખ હોય કે સંગઠ્ઠનના લોકો હોય તેઓ ને બોલાવો અને જાણ કરો કે તમારા પ્રતિનિધિઓ અરજીઓ કરે છે.
મળતી માહિતી અનુસાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ગેરકાયદેસર બાંધકામમાં અરજીઓ કરે છે અને પછી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિ કહે છે કે અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ જ્યાં અરજીઓ કરવાની જગ્યાએ કેટલીક જ ચોક્કસ જગ્યાઓ જ્યાં લાભ મળે ત્યાં જ અરજી કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment