ભાજપ કોંગ્રેસ એક સાથે? બંને પક્ષના દિગ્ગજ નેતાઓ પટેલ સમાજના આ કાર્યક્રમમાં જોવા મળ્યા એક સાથે

Published on: 12:02 pm, Mon, 29 November 21

અમદાવાદના નિકોલમાં આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના સ્નેહમિલન સમારોહ માં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. પટેલ સમાજના સ્નેહમિલન માં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય નેતાઓ તેમજ ધારાસભ્યો અહીં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સમાજ તથા રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ પર નિર્ભર છે. આથી પટેલ સમાજ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર વિકાસ સાધે તેઓ અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો

અને તેમને કહ્યું કે પ્રજા કલ્યાણના કાર્યો માટે સમાજ, પ્રજાજનો તેમજ વિરોધ પક્ષ સહિત તમામ લોકોના સૂચનો સહકાર આવકાર્ય છે.એમને કહ્યું કે સમાજ માટે સેવાકીય કાર્યો કરવાની તત્પરતા કરાવતા જનસેવા લોકોની પડખે ઊભી રહી સરકાર સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જવાબદારી પૂર્ણ નિભાવી રહી છે.

કેન્દ્ર સરકારની સૌથી મહત્વની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ,સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ના 3 હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે.અત્યાર સુધીમાં તેના 9મા હપ્તા એટલે કે 18000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!