હાલમાં ગુજરાત રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આજકાલ તો પોતાના દીકરા અને દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો કાંઈકને કાંઈક અલગ વસ્તુ કરતા હોય છે. ત્યારે લગ્નમાં અનોખી જાન કાઢવાનો ટ્રેન્ડ હાલમાં ચાલી રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર જાનના ઘણાં નવા વિડીયો જોયા હશે.
ત્યારે નવસારીમાં નીકળેલી એક અનોખી જાન નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો મોટાભાગની જાનમાં તમે વરરાજાને ઘોડા અથવા તો બગી ઉપર જોયા હશે. ત્યારે હાલમાં બળદ ગાડામાં અને હાથી ઉપર જાન કાઢવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ નવસારીમાં જસીબીમાં અનોખી જાન કાઢવામાં આવી છે.
આ જાનનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વરાજો પરાણવા માટે જસીબીના આગળના પાવડા ઉપર બેસીને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. આ અનોખી જાન જોઈને દુલ્હન પક્ષના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મિત્રો તમને જણાવી દે કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલીયારી ગામના ઘોડિયા પટેલ સમાજના કેયુર પટેલ નામના વરરાજાની જસીબીમાં અનોખી જાન નીકળી હતી. આ જાન જ્યારે રસ્તા પર નીકળી ત્યારે રસ્તા પર હાજર તમામ લોકો જોતા જ રહી ગયા હતા.
જેસીબીના આગળના પાવડામાં વરરાજાને બેસવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ફૂલથી આખા jcb અને આગળના પાવડાને શણગારવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કેયુર પટેલે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર પંજાબમાં લગ્નનો એક વાયરલ વિડીયો જોયો હતો.
જેમાં વરરાજા jcbમાં સવાર થઈને પરણવા માટે પહોંચ્યો હતો. ત્યારે કેયુર પટેલે પણ પોતાની જાન આવી રીતે કાઢવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં આજનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment