આજે આપણે એક અનોખા વિદાય સમારંભ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં પેટલાદ એસટી ડેપોના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એક નિવૃત્ત યુવાન કે જેઓ નિવૃત થતા તેમનું વિદાય સમારંભ અનોખી રીતે ઉજવવામાં આવ્યો અને તેને ઘર સુધી ઘોડેસવારી કરાવી લઈ જવામાં આવ્યા.
વિસ્તૃતમાં જણાવીશ તો નડિયાદ ડિવિઝન પેટલાદ એસટી ડેપોમાં 28 વર્ષથી નોકરી કરતા હતા. પેટલાદના આશિક અલી સૈયદ તેમની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો અનોખો વિદાય સમારંભ પેટલાદ ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો.
વાત કરીએ તો તેઓ 28 વર્ષથી નડિયાદ ડિવિઝન ના પેટલાદ એસટી ડેપો ખાતે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. અને છેલ્લા ઘણા સમયથી તો તેઓ ભારતીય મજદુર સંઘના 96/3 ના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપતા હતા. આ વિદાય સમારંભમાં અન્ય ઘણા લોકો જોડાયા હતા.
અને નિવૃત્ત યુવાનને ઘોડેસવારી કરી તેના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા અને વાજતેગાજતે વિદાય સમારંભ ની ઉજવણી કરવામાં આવી હતી. આ વિદાય સમારંભ બાદ તેમના શુભેચ્છક મિત્રો દ્વારા ઢોલ-નગારા સાથે તેમને વાજતે ગાજતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પરંતુ તેઓ પેટલાદ ધોળકા, પેટલાદ અમદાવાદ અને પેટલાદ કપડવંજ લાંબા રૂટ પર ફરજ બજાવી કાયમી સફરોમાં એક આગવી અને સરળ ઓળખ જમાવી હતી. જેથી તેમની મર્યાદા પૂર્ણ થતાં તેમને વિદાય સમારંભ યોજી અનોખી રીતે ઘોડે સવારી કરાવી પેટલાદ ડેપોથી પોતાના ઘર સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા.
આ વિદાય સમારંભ પ્રસંગે પેટલાદ ડેપો મેનેજર આરે શ્રીમાળી, એ ટી ડી આર ડાભી પ્રતિનિધિ આગેવાનોએ તેમની ફરજને બિરદાવવા ફૂલહારથી અને શાલ ઓઢાડી આશિક અલી આઈ સૈયદને સન્માન કર્યા હતા. ઉપરાંત મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેનાથી નિવૃત યુવાનને ખુશીનો પાર ન રહ્યો અને તેમને ઘોડેસવારી કરી તેમના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment