સોશિયલ મીડિયા પર ઘણી વખત અવારનવાર એવા ચોંકાવનારા વિડીયો જોતા હશો જેને તમે ખૂબ જ પસંદ કરતા હશો. તેમજ જ્યારે પણ લોકોને કંઈક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોય છે. વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા હોય છે, જેમકે ડાન્સ, મનોરંજન અને કોમેડી વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરેના પણ અલગ અંદાજમાં તેઓના વિડીયો બનાવતા હોય છે.
પરંતુ હાલ એક એવો વિડિયો સામે આવી રહ્યો છે જે જોઈને તમને પણ નવાઈ લાગશે. જમીન પર સરીસૃપ રીતે માથાના ભાગે શીંગડા જેવું દેખાય તેના વિશે સૌ કોઈ સાવ અજાણ છે. ત્યારે આ એક અલગ જ પ્રકારનો જીવ જોઈ તમને પણ નવાઈ લાગશે, સોશિયલ મીડિયામાં એક વિચિત્ર સરીસૃપ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા છે,
આ વીડિયોને જોતા તમને પણ એક નજરમાં આ સાપ જ લાગશે. પરંતુ વિગતો અનુસાર આ વિડીયો સુરેન્દ્રનગરના વડીયા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામની સીમમાં આ વિચિત્ર સરીસૃપ જોવા મળ્યો છે, જેને ઉપર સફેદ અને કાળા કલરના પટ્ટા અને તેના માથે શિંગડા જેવું કંઈક જોવા મળતા કુતુહલ સાથે આશ્ચર્ય જોવા મળ્યું.
ખેતરમાં નીકળેલા આ જીવને જોઈ એક વ્યક્તિએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને વીડિયોમાં વિચિત્ર પ્રકારના સરીસૃપ જોવા મળી રહ્યો છે. પહેલી વખત આવું માથા પર શીંગડા અને સાપ જેવું દેખાતા વિચિત્ર સરીસૃપ જોવા મળી રહ્યું છે.આજ દિન સુધી ક્યાંય શીંગડા વાળા સરિસૃપ વિશે ન સાંભળ્યું કે ન જોયું હશે.
અત્યાર સુધીના સમયમાં અનેક પ્રકારના સરીસૃપ જોયા છે, પરંતુ આવો કલર અને માથે શિંગડા દેખાય તેવા વિચિત્ર સરીસૃપ જીવ ક્યારેય પણ જોવા મળ્યા નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો દ્વારા તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ખેતરમાં કોઈ વ્યક્તિ નાના નાના છોડમાં કંઈક શોધતો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાયું, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ (VIDEO)#Surendranagar #vadiya #viralvideo pic.twitter.com/F2bK4R4WUs
— Watch Gujarat (@WatchGujarat) September 12, 2022
જ્યાં થોડા સમય બાદ તરત એક વિચિત્ર સરીસૃપ ખેતરમાં ચાલતો દેખાઈ રહ્યો છે. જેને પશુઓની જેમ માથે બે શીંગડા જેવું જોવા મળી રહ્યું છે. તેનું કદ નાનું છે પણ તેનો કલર સાવ જુદો જ છે, આજ દિન સુધી સફેદ પટાવાળો વિચિત્ર સરીસૃપ કે જેને માથે શિંગડા જેવું હોય તે ભાગ્યે જ જોવા મળ્યું હશે. બીજી બાજુ આ વિચિત્ર સરીસૃપને જોતા લોકો પણ વિચારમાં પડી ગયા છે કે આ શક્ય કેમ છે ?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment