આ વ્યક્તિના શરીર ઉપરથી ટ્રક પસાર થઈ ગયો, છતાં પણ તે બચી ગયો… વિડીયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે…

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો ઘણા વિડીયો જોઈને તમે ચોકી ઉઠ્યા હશો અને ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો. હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.

ઉપરાંત વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિના શરીર ઉપરથી ટ્રક પસાર થઈ જાય છે, છતાં પણ તે વ્યક્તિનો જીવ બચી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ રસ્તાની વચ્ચોવચ આવીને એક ટ્રક ને રોકવાનો પ્રયાસ કરે છે.

ત્યારે ટ્રક ચાલક ટ્રક ની સ્પીડ ઘટાડે છે. ટ્રક ચાલકે ટ્રક ન રોક્યો તેથી તે વ્યક્તિ ટ્રકની આગળ જઈને કૂદી જાય છે. જેના કારણે ટ્રક તેના શરીર ઉપરથી પસાર થઈ ગયો હતો. તેના શરીર ઉપરથી ટ્રક પસાર થયા બાદ એક ચમત્કાર થયો હતો. ટ્રકની નીચે કચડાઈ ગયેલો યુવક સંપૂર્ણ રીતે સલામત જોવા મળ્યો હતો.

શરીર ઉપરથી ટ્રક પસાર થઈ ગયા બાદ યુવક આરામથી રોડ ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વ્યક્તિને એવું તો શું થયું હશે કે અચાનક ટ્રકની સામે કૂદી ગયો.

ઘણા લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ પોતાનો જીવ ટૂંકાવા માટે ટ્રકની સામે કૂદીઓ હશે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. આ વીડિયોની ગુજ્જુ રોક્સ વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

ઘટનાનો વાયરલ થયેલો ચોકાવનારો વિડિયો ટ્વિટર પર Crazy Teewts નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 22,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*