માં તે માં બીજા બધા વગડાના વા…! બનાસકાંઠામાં એક માતાએ પોતાના દીકરાને નવું જીવનદાન આપ્યું – સમગ્ર ઘટના જાણીને ભાવુક થઈ જશો…

Published on: 5:06 pm, Mon, 8 August 22

મિત્રો તમે ઘણા અંગદાનના કિસ્સાઓ સાંભળ્યા હશે. ગુજરાત રાજ્યમાં વધતા જતા અંગદાનના કારણે હાલમાં ઘણા લોકોને નવું જીવન મળ્યું છે. એટલું જ નહીં પરંતુ હવે લોકોમાં અંગદાને લઈને જાગૃતતા આવી ગઈ છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. મિત્રો આપણને બધાને ખબર હશે કે માં પોતાના દીકરા માટે દુનિયાની મોટામાં મોટી આફત સામે પણ ઊભી રહી જાય છે.

અને જ્યારે દીકરા ઉપર આફત આવે ત્યારે માં પોતાનો જીવ પણ જોખમમાં રાખીને દીકરાને બચાવે છે. ત્યારે તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનામેસરા ગામના વતની અશોકભાઈ કાળુરામજી દવેને 2016માં બ્લડ પ્રેશર વધી જવાના કારણે કિડની ડેમેજ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને અનેક કિડનીની હોસ્પિટલમાં સારવાર લીધી, અનેક આયુર્વેદિક સારવાર પણ લીધી છતાં પણ તેમને કંઈ પરિણામ મળ્યું નહીં.

કિડની ડેમેજ થવાના કારણે છેલ્લા દોઢ વર્ષથી અશોકભાઈ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. અશોકભાઈ નું છેલ્લા બે અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવામાં આવ્યું હતું. ડાયાલિસિસ ના કારણે અશોકભાઈ માનસિક અને શારીરિક રીતે કંટાળી ગયા હતા. પરંતુ અશોકભાઈના પરિવારના લોકો તેમને ખૂબ જ સાથ આપતા હતા તેથી તેમનું મનોબળ ઘટ્યું નહીં.

ડોક્ટર હવે કહ્યું કે, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા સિવાય બીજો કોઈ ઉપચાર નથી. જ્યારે પરિવાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા કરી ત્યારે સૌપ્રથમ અશોકભાઈના માતા સરસ્વતીબેન આગળ આવ્યા હતા. સરસ્વતીબેન એ કહ્યું હતું કે, ‘ બીજા કોઈની નહિ મારી કિડની આપો, મારો દીકરો છે, મારી કિડની આપવી છે ‘.

ત્યારબાદ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ માટેના તમામ પ્રકારના ટેસ્ટો કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં સામે આવ્યું કે કિડની મેચ થઈ હતી. ગુજરાત સરકારની મંજૂરી મળતા આજરોજ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન સફળ થતાં અશોકભાઈ તેમની માતા સરસ્વતીબેન ના કારણે એક નવું જીવન મળ્યું છે. સરસ્વતી બેસીને પોતાના દીકરા અશોકભાઈને કિડનીનું દાન આપીને દીકરાને એક નવું જીવનદાન આપ્યું છે. હાલમાં આ કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં તે માં બીજા બધા વગડાના વા…! બનાસકાંઠામાં એક માતાએ પોતાના દીકરાને નવું જીવનદાન આપ્યું – સમગ્ર ઘટના જાણીને ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*